પાયોજી મૈંને રામ રતન ધન પાયો (મીરાંબાઈ)
મીરાંબાઈ (16મી સદી)નું પ્રસિદ્ધ પદ — સદ્ગુરુની કૃપાથી મળેલું હરિનામ જ સૌથી અમૂલ્ય ધન છે.
મૂળ પાઠ
पायो जी मैंने राम रतन धन पायो ।
वस्तु अमोलक दी मेरे सतगुरु, किरपा कर अपनायो ॥ पायो जी...
जनम जनम की पूँजी पाई, जग में सभी खोवायो ॥ पायो जी...
खरच न खूटे, चोर न लूटे, दिन दिन बढ़त सवायो ॥ पायो जी...
सत की नाव खेवटिया सतगुरु, भवसागर तर आयो ॥ पायो जी...
मीरा के प्रभु गिरिधर नागर, हरख हरख जस गायो ॥ पायो जी...
રચયિતા: Mirabai (16th century)
મીરાંબાઈ ગિરિધર ગોપાલનાં અનન્ય ભક્ત હતાં. આ પદમાં "રામ"નો અર્થ હરિનું નામ છે, જે સૌમાં રમે છે.
ભાવાર્થ: મને રામ-રત્ન રૂપી ધન મળી ગયું. મારા સદ્ગુરુએ કૃપા કરીને આ અમૂલ્ય વસ્તુ આપી અને મને અપનાવી લીધી. જન્મોજન્મની મૂડી મને મળી ગઈ અને જગતનો બધો મોહ છૂટી ગયો.
આ એવું ધન છે જે ખર્ચવાથી ઘટતું નથી, જેને ચોર લૂંટી શકતો નથી, અને જે દિવસે દિવસે સવાયું વધે છે. સત્યની નાવ છે અને સદ્ગુરુ તેના નાવિક છે — તેમના સહારે હું ભવસાગર પાર કરી આવી.
મીરાં કહે છે — મારા પ્રભુ ચતુર ગિરિધર છે; હું પ્રસન્ન થઈને વારંવાર તેમનો યશ ગાઉં છું.
- Author
- Mirabai (16th century)
- Note
- Traditional text; small wording variations exist between collections.